અળસીના બીજ અને દહીંમાં ઘણાં પોષકત્ત્વો હોય છે જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. આ માટે દહીંમાં અળસીના બીજને મિક્સ કરીને ખાવાથી શરીરને ઘણાં ફાયદા મળે છે.
અળસીના બીજ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ બીજનું સેવન દહીંની સાથે કરવાથી ઇમ્યૂનિટી વધવામાં મદદ મળે છે. આ માટે બીમારીઓથી બચવા માટે દહીંની સાથે અળસીનું સેવન કરો.
શરીરનું વજન ઘટાડવા માટે દહીં અને અળસીનું સેવન ફાયદાકારક છે. ફાયબર જેવા પોષકતત્ત્વોથી ભરપૂર અળસીના બીજનું સેવન દહીંની સાથે કરવાથી વજન ઘટવામાં સરળતા રહે છે.
ડાયાબિટીસના દર્દીઓ દહીમાં અળસી મિક્સ કરીને સેવન કરી શકે છે. આ માટે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે દહીંમાં મિક્સ કરીને ખાઇ શકો છો.
ફાયરબથી ભરપૂર અળસી અને દહીંનું મિશ્રણ તમારા પેટ માટે ફાયદાકારક છે. આ માટે દહીંની સાથે અળસીના બીજનું સેવન કરવાથી પાચનને લગતી સમસ્યા દૂર થાય છે.
અળસી અને દહીંમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે, જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. બોડીમાં કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ કરવા માટે દહીંની સાથે અળસીનું સેવન કરવું.
શરીરની કમજોરી દૂર કરવા માગો છો તો. દહીં અને અળસીના બીજનું સેવન કરો. અળસી અને બીજમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે, જે શરીરની કમજોરી દૂર કરે છે.