શિયાળામાં પરવળનું શાક ખાવાના ફાયદા


By Vanraj Dabhi05, Nov 2024 09:01 AMgujaratijagran.com

પરવળના ફાયદા

પરવળમાં ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ચાલો જાણીએ પરવળ શાક ખાવાથી શું થાય છે.

હૃદય માટે ફાયદાકારક

પરવળમાં ઓછું સોડિયમ અને વધુ પોટેશિયમ હોવાથી તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.

પાચન સુધારે

પરવળમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેના કારણે તેના સેવનથી ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે જેવી પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ

હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે પરવળનું સેવન ખૂબ જ અસરકારક છે. હાઈપરટેન્શનના દર્દીઓ માટે આ શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે.

વજન કંટ્રોલ કરે

પરવળ શાકમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, તેથી તેનું સેવન વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

એનિમિયા દૂર કરે

પરવળ શાક એ આયર્ન સમૃદ્ધ ખોરાક છે. તેના સેવનથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.

બ્લડ સુગરને કંટ્રોલ કરે

આ શાકભાજીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો સેવન બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે.

હાડકાંને મજબૂત કરે

પરવળ શાકમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાં મજબૂત અને સોજાની સમસ્યા પણ દૂર થાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Natural Sugar Patasa: પતાસા ખાવાના આશ્ચર્યજનક ફાયદા