ચણાના લોટના પુડલા ખાવાના ફાયદા


By Hariom Sharma09, Aug 2023 09:00 AMgujaratijagran.com

ચણાના લોટમાં ઘણાં એવા ગુણકારી પોષકતત્ત્વ રહેલા હોય છે, જે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. ચણાના લોટના પુડલાનું સેવન તમે સ્નેક્સ તરીકે પણ કરી શકો છો. આવો જાણીએ ચણાના લોટના પુડલા ખાવાના ફાયદા વિશે.

બોડી એનર્જેટિક રહે છે

ચણાના લોટમાં ફાયબર, કાર્બોહાઇડ્રેટની ભરપૂર માત્રા હોય છે, જે ખોરાકને એનર્જીમાં રૂપાંતર કરે છે. ચણાના લોટના પુડલાનું સેવન કરવાથી થાકથી છુટકારો મળે છે અને બોડી દિવસભર એનર્જેટિક રહે છે.

હાડકાં માટે ફાયદાકારક

ચણાના લોટના પુડલા ખાવાથી હાડકાં મજબૂત બને છે. આમા રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય ઘણાં મિનરલ્સ હાડકાંને મજબૂત બનાવે છે અને ફેક્ચર જેવા જોખમને ઓછું કરે છે.

હૃદય માટે ગુણકારી

ચણાના લોટમાં ઉચ્ચ પ્રમાણમાં ફાયબર હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચણાના લોટના પુડલા ખાવાથી હૃદયને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.

એનીમિયા

ચણાના લોટમાં ફાયબર અને પ્રોટીન તો હોય છે તેની સાથે આમા ફોલેટ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. ફોલેટ અને આયર્ન એનીમિયાની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ કારણથી જ ચણાના લોટના પુડલા ખાવા ખૂબ જ ફાયદાકારક છે.

ડાયાબિટીસમાં રાહત

ચણાના લોટના પુડલા ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક હોય છે. પુડલાથી શરીરને એનર્જી તો મળે છે, સાથે જ બ્લડ શુગરનું લેવલ ઓછું કરવામાં પણ મદદ કરે છે.

સવારે ફક્ત 8 મિનિટ કરો મેડિટેશન, મળશે આ ફાયદા