સૂકી અંજીર અને કિશમિશને એકસાથે ખાવાના ફાયદા


By Prince Solanki13, Jan 2024 10:46 AMgujaratijagran.com

સૂકી અંજીર અને કિશમિશ

સૂકી અંજીર અને કિશમિશને એક સાથે ખાવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત ઘણા ફાયદા મળે છે. ચલો જાણીએ સૂકી અંજીર અને કિશમિશને મળતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદા વિશે.

પોષકતત્વોથી ભરપૂર

સૂકા અંજીરમા ફાઈબર, પ્રોટીન, વિટામિન એ મળી આવે છે. કિશમિશમા પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે.

હાડકાઓ મજબૂત થાય

અંજીર અને કિશમિશમા મૈગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષકતત્વો મળે છે, જે હાડકાઓને મજબૂત બનાવે છે.

કમજોરી દૂર કરે

શરીરમાથી કમજોરી દૂર કરવા માટે તમે સૂકી અંજીર અને કિશમિશનુ સેવન કરી શકો છો. તેમા રહેલા પોષકતત્વો કમજોરીને દૂર કરવામા મદદ કરે છે.

હાર્ટ માટે ફાયદાકારક

સૂકી અંજીર અને કિશમિશ હાર્ટ માટે ખૂબ ફાયદાકારક છે. તેમા રહેલા એેંટી ઓક્સિડેંટ્સ ગુણ હાર્ટને ફ્રિ રેડિકલ્સથી બચાવે છે.

પાચનક્રિયા સુધારે

સૂકી અંજીર અને કિશમિશને એકસાથે ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમા ફાઈબર હોય છે જે ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યાથી રાહત આપે છે.

લોહીની ઉણપ દૂર કરે

શરીરમા લોહીની ઉણપને દૂર કરવા માટે સૂકી અંજીર અને કિશમિશ ખાઓ. આ બન્નેમા આયરન ભરપૂર માત્રામા હોય છે, જે લોહીની ઉણપને દૂર કરે છે.

આ રીતે કરો સેવન

તેના સેવન માટે એક ગ્લાસ પાણી લો. હવે તેમા 4 અંજીર અને 8 કિશમિશની પલાળીને રાખો. સવારે ખાલી પેટ તેનુ સેવન કરો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રાતે સૂતા પહેલા આ વસ્તુઓનુ સેવન કરવાનુ ટાળો