ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પાણી માટે ફ્રીજની જગ્યાએ માટલાનું પાણી પીવું જોઈએ. સદીઓથી માટલાનું પાણી પીવાની પ્રથા પ્રચલિત છે.
જો તમે માટલાનું પાણી પીવો છો, તો તમારું સ્વાસ્થ્ય દુરસ્ત રહે છે. આથી જ ફ્રીજની જગ્યાએ માટલાનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે.
જે લોકોને પાચન સબંધિત સમસ્યાઓ સતાવતી હોય, તેમણે તો માટલાનું જ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવાથી ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે.
ઘણાં લોકોને ફ્રીજનું ઠંડુ પાણી પીવાના કારણે તેમનું ગળું ખરાબ થઈ જાય છે. જો કે માટલાનું પાણી પીવાથી ગળું ખરાબ નહીં થાય.
માટલાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. જેના પરિણામે સંક્રમણનો ખતરો મહદઅંશે ઘટી જાય છે.
ગરમીમાં લુથી બચવા માટે તમે માટલાનું પાણી પી શકો છો. માટલાનું પાણી શરીરને ઠંડુ રાખે છે, જેના પરિણામે લુ નથી લાગતી.