કસરત કર્યા પછી શરીરમાથી ઘણો પરસેવા નીકળે છે, જેના પછી તમને પાણી પીવાની ઈચ્છા થાય છે. તેથી કસરત કર્યા પછી પાણી કેટલુ પીવુ જોઈએ અને તેના ફાયદા વિશે જાણીએ.
એક્સપર્ટ પાયલના અનુસાર કસરત કર્યા પછી તરત જ પાણી પીવાથી શરીરને અનેક ફાયદા મળે છે. તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થતી નથી. સાથે તે માંસપેશીઓના થતી જકડન દૂર કરે છે.
કસરત કર્યાના 2 કલાકની અંદર તમારે 500 ML થી 1 લિટર પાણી પીવુ જોઈએ. કસરત કર્યા પછી તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. તેથી આ સમસ્યાથી બચવા માટે તમે પાણી જરુરથી પીઓ.
કસરત કર્યા પછી શરીર વધારે થાકી જાય છે, જેના કારણે તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. એવામા કસરત કર્યા પછી 30 મિનિટ બાદ પાણી પીઓ.
કસરત કર્યા પછી પૂરતા પ્રમાણમા પાણી પીવાથી માંસપેશીઓમા થતી જકડનની સમસ્યા દૂર થાય છે. જેથી કસરત કર્યા પછી પાણી પીવુ ખૂબ જ જરુરી છે.
કસરત કર્યા પછી શરીર વધારે થાકી જાય છે. જેથી શરીરમા પાણીની ઉણપ સર્જાય છે, જેથી ચક્કર આવવાની શક્યતા રહે છે. આ સમસ્યાથી બચવા માટે કસરત કર્યા પછી પાણી પીવુ ફાયદાકારક છે.