નિષ્ણાતોનું કહેવું છે કે, એક કપ ગરમ પાણીમાં ચમચી મધ નાખીને પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
ગરમ પાણી સાથે મધ પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. આ સિવાય રાત્રે સૂતા પહેલા પણ પી શકાય છે.
ગરમ પાણીમાં મધ મિકસ કરીને પીવાથી પાચનતંત્રને લગતી સમસ્યા દૂર થાય છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે.
ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે.
જો તમે નિયમિત રીતે ગરમ પાણીમાં મધ મિકસ કરીને પીશો તો ત્વચાનો ગ્લો વધી શકે છે અને સાથે જ તમને ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળે છે.
ખાંસી અને શરદીની સ્થિતિમાં મધ સાથે ગરમ પાણી પીવાથી ઉધરસમાં રાહત અપાવે છે.
નિષ્ણાતો માનવું છે કે, વજન ઘટાડતી વખતે ગરમ પાણી સાથે મધ પીવું ખૂબ આવશ્યક છે.
શરીરની એનર્જી વધારવા માટે ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી એકંદર આરોગ્યમાં સુધારો આવે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.