Khas Khas Benefits: બદામ વાળા દૂધમાં ખસખસ મિક્સ કરીને પીવાના ફાયદા


By Vanraj Dabhi17, Dec 2024 05:07 PMgujaratijagran.com

દૂધ અને ખસખસ

ખસખસ અને બદામના દૂધમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. આનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ.

પોષક તત્વો

બદામના દૂધમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફાઈબર, વિટામિન-ઈ, કેલ્શિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. જ્યારે ખસખસમાં કેલ્શિયમ, ફાઈબર અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

બદામ અને ખસખસમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. બદામના દૂધમાં ખસખસ મિક્સ કરીને પીવાથી વજન ઓછું થાય છે અને પાચનક્રિયામાં સુધારો થાય છે.

હાડકા માટે ફાયદાકારક

બદામનું દૂધ અને ખસખસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

બદામનું દૂધ અને ખસખસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગોથી બચવામાં મદદ મળે છે.

બ્લડપ્રેશર માટે ફાયદાકારક

બદામનું દૂધ અને ખસખસ પીવાથી માંસપેશીઓ મજબૂત થાય છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે.

એનિમિયા દૂર કરે

બદામનું દૂધ અને ખસખસમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. તેને દૂધ સાથે લેવાથી એનિમિયા દૂર થાય છે.

અનિદ્રા દૂર કરે

દૂધ, બદામ અને ખસખસ પીવાથી અનિદ્રા દૂર કરવામાં, તણાવ અને ડિપ્રેશન ઘટાડવામાં મદદ મળે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Soaked Elaichi Benefits: પલાળેલી ઈલાયચી ખાવાના અજાયબ ફાયદા