Clean Stomach: પાણીમાં ઘી આવી રીતે મિક્સ કરીને પીવો, પેટ રહેશે સાફ


By Sanket M Parekh22, Oct 2024 03:40 PMgujaratijagran.com

પેટની સમસ્યા

આજના જમાનામાં ખોટી ખાણીપીણીના કારણે અનેક લોકો પેટ સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એવામાં ડાયેટિશિય મનપ્રીત પાસેથી જાણીએ, કેવા પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી પેટ સાફ રહે છે

પેટ સાફ ન થવું

ઘણી વખત ખાધા પછી પેટ ભારે-ભારે લાગે છે. આ ઉપરાંત પેટ વ્યવસ્થિત સાફ પણ નથી થતું. આ સમસ્યા દૂર કરવા માટે લોકો દવા ખાતા હોય છે.

પાણીમાં ઘી મિક્સ કરો

પેટને સાફ કરવા માટે ઘી વાળા પાણીનો ઉપયોગ ફાયદેમંદ નીવડી શકે છે. જેને પીવાથી પેટ સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

હુંફાળા પાણીમાં ઘી મિક્સ કરો

ઘીને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાથી પુરો ફાયદો મળે છે. આવું પાણી પીવાથી શરીરમાં પાચન એન્જાઈમ સક્રિય થાય છે.

મલાસનની મુદ્રામાં બેસીને પાણી પીવો

સવારે ખાલી પેટ મલાસનની મુદ્દામાં બેસીને ઘી વાળું પાણી પીવાથી પેટ સાફ થવા લાગે છે. જેનાથી પાચન સુધરે છે અને પેટ સાફ થવા લાગે છે.

મળ ત્યાગમાં સરળતા

ઘીમાં નેચરલ લુબ્રિકેન્ટ હોય છે. જે મળ ત્યાગ કરવામાં મદદ કરે છે. આ સાથે જ બ્યુરેટિક એસિડ અને હેલ્ધી ફેટ્સ કબજિયાતની સમસ્યા દૂર કરે છે.

ગેસથી છૂટકારો

હુંફાળા પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ અપચાની તકલીફમાંથી પણ છૂટકારો મળે છે.

આંતરડા માટે ફાયદેમંદ

હુંફાળા પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી આંતરડાની દીવાલો ચીકાશ પકડે છે, જેના કારણે મળ સરળતાથી બહાર નીકળી જાય છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

ઘી વાળું પાણી પીવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ બહાર નીકળવા લાગે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. આવું પાણી આંખો માટે પણ ફાયદેમંદ નીવડે છે.

Health Benefits: દૂધમાં ઘી મિક્સ કરીને પીવાના ફાયદા