અંજીર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શું તમે જાણો છો તેનું પાણી પીવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. ચાલો આ વિશે ડાયાબિટીશિયન પાસેથી જાણીએ.
અંજીરના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે.આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી.
અંજીરના પાણીમાં પોટેશિયમ,મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે.આ સ્થિતિમાં તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકા અને દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે.આવી સ્થિતિમાં તમારે આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ.
અંજીર ખાવાથી મેટાબોલિઝમ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
સવારે ઉઠ્યા પછી અંજીરના પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી મૂડ સારો થાય છે. તેમજ આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે.
અંજીરના પાણીનું સેવન કરવાથી આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.આ ઉપરાંત તે ત્વચાને નરમ અને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
તેના પાણીનું સેવન કરવા માટે સૌથી પહેલા 2-3 અંજીરને આખી રાત પલાળી રાખો. આ પછી સવારે ઉઠીને અંજીરના પાણીમાં મધ મિક્સ કરીને સેવન કરો.
અંજીરનું પાણી યોગ્ય માત્રામાં જ લેવું, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.