Benefits Of Goat Milk: રોજ સાંજે એક ગ્લાસ બકરીનું દૂધ પીવાના ફાયદા


By Vanraj Dabhi17, Feb 2025 03:55 PMgujaratijagran.com

બકરીનું દૂધ

બકરીનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, ચાલો જાણીએ તેના સેવનથી મળતા સ્વાસ્થ્ય લાભો વિશે.

પોષક તત્ત્વો

બકરીના દૂધમાં કેલ્શિયમ, પોટેશિય, વિટામિન અને ખનિજો જેવા ગુણધર્મો જોવા મળે છે.

હાડકાં

કેલ્શિયમથી ભરપૂર બકરીનું દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે અને સાંધાના દુખાવામાંથી રાહત મળે છે.

પાચન

બકરીનું દૂધ સરળતાથી પચી જાય છે અને પાચન સમસ્યામાંથી રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિ

બકરીના દૂધમાં રહેલ એન્ટિબોડીઝ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીને વાયરલ રોગો સામે લડવાની તાકાત આપે છે.

ત્વચા

બકરીના દૂધમાં જોવા મળતા પોષક તત્ત્વો ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.

વજન

બકરીના દૂધમાં કેલરી ઓછી હોય છે, તેથી તમે વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન આ દૂધ પી શકો છો.

નોંધ

આ ફક્ત સમાન્ય માહિતી છે, તમારે આનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

High BP Level: હાઈ બીપી લેવલને તાત્કાલિક ઘટાડવાની 7 રીતો