પપૈયા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. આટલું જ નહીં તેના પાન પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તો ચાલો જાણીએ, તેનું જ્યૂસ પીવાથી શરીરને શું ફાયદા થાય છે
પપૈયાના પત્તાનું જ્યૂસ ડેન્ગ્યૂના દર્દીઓ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. દરરોજ સવારે પપૈયાનું જ્યૂસ પીવાથી શરીરને મજબૂતી મળે છે.
પપૈયાના પત્તામાં વિટામિન-એ, વિટામિન-ઈ અને વિટામિન-સી સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે.
ડેન્ગ્યુ થવા પર પપૈયાના પત્તાનો જ્યૂસ પીવો ખૂબ જ ફાયદેમંદ નીવડી શકે છે. જેને પીવાથી માથાનો દુખાવો પણ ઓછો થવા લાગે છે.
પપૈયાના જ્યૂસમાં એમીનો એસિડ અને પ્રોટીન હોય છે. જે પાચનને સુધારવામાં મદદ કરે છે. જે ગેસ અને કબજિયાત જેવી સમસ્યામાંથી પણ છૂટકારો અપાવે છે.
પપૈયામાં ઈન્ફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જેના પત્તાનો જ્યૂસ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. આ ઉપરાંત પગમાં સોજા ઓછા કરવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે.
પપૈયાનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. જેનું જ્યૂસ ડાયાબિટીશને કંટ્રોલ કરવામાં ખૂબ જ લાભકારી મનાય છે.
પપૈયામાં અનેક પ્રકારના વિટામિન્સ હોય છે. જેનું જ્યૂસ પીવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં મદદ મળે છે.