આદુ-લસણનું અથાણું ખાવાના ફાયદા


By Hariom Sharma21, Sep 2023 10:00 AMgujaratijagran.com

આદુ-લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે, પરંતુ તેનું અથાણું બનાવીને ખાવું પણ શરીર માટે ઘણી રીતે ગુણકારી છે. આવો જાણી આદુ-લસણના અથાણાંના ફાયદા વિશે.

આદુના પોષકતત્ત્વો

- વિટામિન સી - કેલ્શિયમ - ફોસ્ફોરસ - ઝિંક - આયર્ન

ઈમ્યૂનિટી વધારે

આદુ-લસણનું અથાણું ઈમ્યૂન સિસ્ટમ માટે હેલ્ધી હોય છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સ, ઝિંક અને વિટામિન સીની માત્રા હોય છે, જે ઈમ્યૂનિટી વધારવામાં મદદગાર સાબિત થાય છે.

હાર્ટ માટે ફાયદાકારક

આદુ અને લસણ બંને હાર્ટ માટે ફાયદાકારક છે. આને ખાવાથી હાર્ટની બીમારી થવાની સંભાવના ઘટે છે. ધ્યાન રાખવું કે અથાણામાં તેલની માત્રા વધુ ના હોય.

હાડકા માટે ફાયદાકારક

આ અથાણાંનું સેવન કરવાથી હાડકા અને સાંધામાં રાહત મળે છે. આમાં એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સાંધાના દુખાવાની સાથે સાથે સોજા ઘટાડવામાં અસરકારક સાબીત થાય છે.

બ્લડ સર્ક્યુલેશ વધારે

ખરાબ બ્લડ સર્ક્યુલેશન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમારું બ્લડ સર્ક્યુલેશન ખરાબ છે તો આદુ અને લસણનું અથાણું ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો આદુ-લસણનું અથાણું ખાઇ શકો છો. મર્યાદિત માત્રામાં તેને ખાવાથી બ્લડ શુગર લેવલ વધતું નથી.

વધુ ખાવાથી થઇ શકે છે નુકસાન

ગરમીની સિઝનમાં આદુ-લસણનું અથાણું વધુ ખાવાથી નુકસાન પહોંચી શકે છે. આનાી તાસીર ગરમ હોય છે, આને વધુ ખાવાથી પેટમાં બળતરા, હાર્ટ બર્ન અથવા અન્ય પેટને લગતી સમસ્યાઓ પણ થઇ શકે છે.

નાકમાં 1 ટીપું શુદ્ધ ઘી નાંખવાથી મળશે આ 6 ચમત્કારી ફાયદા