ઘીના જાદુઈ ફાયદા, શિયાળાની સિઝનમાં તે તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે રામબાણ


By Sanket M Parekh18, Oct 2023 04:29 PMgujaratijagran.com

આયુર્વેદમાં ઉલ્લેખ

આયુર્વેદ અનુસાર, શિયાળાની સિઝનમાં ઘી ખાવાથી અનેક ફાયદા થાય છે. ઘી ખાઈને વ્યક્તિને શરદી-ખાંસીથી લઈને કબજિયાત જેવી અનેક બીમારીઓમાં રાહત મળે છે. તો ચાલો જાણીએ દેશી ઘી ખાવાના ફાયદા

આંખની રોશની વધારશે

દેશી ઘી ખાવાથી આંખોની રોશની તેજ થાય છે. આયુર્વેદમાં ઘીને આંખો માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવ્યું છે.

સ્કિન કેર

શિયાળામાં દેશી ઘી ખાવાથી સ્કિનને ખૂબ જ ફાયદો થાય છે. ઘીની અંદર પુષ્કળ પ્રમાણમાં ફેટી એસિડ મળી આવે છે, જે ડ્રાય સ્કિન માટે ફાયદેમંદ મનાય છે.

કબજિયાત

શિયાળામાં કબજિયાત અને અપચા જેવી સમસ્યાથી બચવા માટે એક ચમચી ઘીનું સેવન કરી શકો છો. હકીકતમાં ઘીમાં વિટામિન-એ, બી અને ડી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે આપણા બ્રેઈન અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે.

ગરમી વધારશે

ઠંડીની સિઝનમાં ઘી ખાવાથી શરીરની અંદર ગરમાવો મળે છે. જેમાં કેલ્શિયમ અને વિટામિન-ઈ હોય છે, જે વ્યક્તિને ઠંડી નથી લાગવા દેતા અને હાડકાને મજબૂત બનાવે છે.

શરદી-ઉધરસ

ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકોને શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યા થઈ શકે છે. જો કે દેશી ઘીમાં એન્ટી ઈફ્લેમેન્ટરી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ મળી આવે છે, જે કફ અને શરદીમાં રાહત અપાવે છે.

નસોના બ્લોકેજને ખોલવા માટે આ ઘરગથ્થુ નુસખા અજમાવો