ચહેરા પર દૂધની સાથે ચંદન મિક્સ કરીને લગાવો, દૂર થશે આ સમસ્યા


By Sanket M Parekh21, Sep 2023 04:22 PMgujaratijagran.com

ખીલથી છૂટકારો

કાચા દૂધની સાથે ચંદન મિક્સ કરીને બનેલ ફેસપેક લગાવવાથી સ્કિનમાં જમા ઑઈલ સહિતની ગંદકી હટાવવામાં મદદ મળે છે. જેનાથી ખીલની સમસ્યામાં આરામ મળે છે. જૂના ખીલના કારણે ચહેરા પર પડી ગયેલા ડાઘ દૂર કરવા માટે તમે આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

ઓપન પોર્સને સાફ કરશે

કાચા દૂધની સાથે ચંદનના પાવડરનું મિશ્રણ સ્કિન પર એક ઉમદા એક્સફોલિએટર તરીકે કામ કરે છે. જેનાથી પોર્સને સાફ કરીને બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સની સમસ્યાથી છૂટકારો મળે છે.

એન્ટી એજિંગ થાય છે

ચંદનમાં અનેક એવા ગુણકારી તત્વો હોય છે. જે સ્કિનની ઈલાસ્ટિસિટી જાળવી રાખવામાં મદદ કરે છે. ચહેરા પર આ મિશ્રણને એપ્લાય કરવાથી સ્કિનને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.

ડાઘા દૂર કરશે

ચહેરા પર કાચા દૂધ અને ચંદન પાવડરના મિશ્રણનો ઉપયોગ કરવાથી ચહેરા પર ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ મળે છે. આ મિશ્રણ સ્કિન પર એક્સફોલિએટરનું કામ કરે છે. જેનાથી ડેડ સ્કિન સેલ્સ ખમત થાય છે અને સ્કિન ક્લિયર થાય છે.

ચહેરા પર નિખાર માટે

કાચા દૂધ અને ચંદનથી બનેલ મિશ્રણમાં કરક્યૂમિન જેવા અનેક પોષક તત્વોનું સારૂં પ્રમાણ હોય છે. જે ચહેરાને નેચરલ ગ્લો આપવામાં મદદ કરે છે. આ કૉમ્બિનેશનનો ઉપયોગ સપ્તાહમાં 2 વખત કરવાથી ચહેરા પર નિખાર વધે છે.

ચોખાના પાણીનો વાળના માસ્ક તરીકે ઉપયોગ કરવાથી આ ફાયદાઓ થાય છે