ચહેરા પર મલાઈ લગાવવાથી થાય છે અનેક ફાયદા


By Hariom Sharma08, Dec 2023 05:12 PMgujaratijagran.com

મલાઈ

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદુષણને કારણે મહિલા અને પુરુષ વર્ગ બન્નેને પોતાના ચહેરાની વધારે કાળજી લેવી પડે છે. એવામા જો તમે નેચરલ ચમક લાવવા માટે તમે મલાઈનો ઉપયોગ કરી શકો છો. માત્ર મલાઈ લગાવીને જ તમે ચહેરા પર નેચરલ ચમક લાવી શકો છો. ચલો જાણીએ મલાઈ લગાવવાના ફાયદાઓ વિશે.

ટિશૂ થાય છે રિપેર

જણાવી દઈએ કે ચહેરા પર મલાઈ લગાવવાથી ચહેરાની ચામડી સારી રીતે હાઈડ્રેટ થાય છે. તમે મલાઈથી ચહેરા પર માલિશ કરીને થોડીવાર માટે રાખીને મલાઈથી ધોઈ નાખો. મલાઈ સ્કિનના ડેમેજ ટિશૂને રિપેર કરવાનુ કામ કરે છે.

મોઈશ્ચરાઈજ થાય છે સ્કિન

ચહેરા પર મલાઈ લગાવવાથી ચહેરા પરની ચામડી મોઈશ્ચરાઈજ થાય છે. આ માટે તમે મલાઈમા મધ ઉમેરીને તેનાથી ચહેરા પર માલિશ કરો. તેનાથી તમારો ચહેરા ચાંદ જેવો ચમકવા લાગશે.

કોમ્પ્લેક્શન પર અસર

તમને જાણીને નવાઈ લાગશે કે મલાઈ લગાવવાથી વ્યક્તિના કોમ્પ્લેક્શન પર સારી અસર પડે છે. મલાઈમા લેક્ટિક એસિડ હોય છે જે ચહેરાની ચામડીમા રહેલા ટેનિંગને દૂર કરે છે.

પિંગમેન્ટેશનથી છૂટકારો

ઘણા લોકો પિંગમેન્ટેશનની સમસ્યાઓનો સામનો કરતા હોય છે. જો તમને પણ આવી કોઈ સમસ્ચા છે અને મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો પછી પણ પરિણામ મળતુ નથી તો તમે ચહેરા પર મલાઈની માલિશ કરી શકો છો. મલાઈમા લીંબૂનો રસ ઉમેરીને તમે ચહેરા પર લગાવી શકો છો.

એજિંગના નિશાનથી છૂટકારો

જો તમે રોજ ચહેરા પર મલાઈ લગાવો છો તો તમારો ચહેરા હંમેશા જવાન લાગશે. મલાઈમા રહેલા પોષકતત્વો અને વિટામિન ચામડીમા રહેલા કોલેજનના પ્રોડક્શનને વધારે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

લીલા લસણથી બ્લડ શુગર થશે કંટ્રોલ, આ સમસ્યામા પણ લાભદાયી