Benefits of aloe vera: જાણો ચહેરા પર એલોવેરા અને ગુલાબજળ લગાવવાના ફાયદા


By Bhavesh Chaudhary29, Aug 2024 05:44 PMgujaratijagran.com

એલોવેરા અને ગુલાબજળના ફાયદા

એલોવેરા અને ગુલાબજળ ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. જેને લગાવવાથી તમારી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ

ખીલથી છુટકારો મળે

ખીલથી છુટકારો મેળવવા માટે એલોવેરા અને ગુલાબજળનું મિશ્રણ તમારા ચહેરા પર લગાવવું જોઈએ. જેમાં એન્ટી- બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ખીલ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે.

ચહેરા પરના ડાર્ક સર્કલ દૂર થશે

ચહેરા પર આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એલોવેરાને ગુલાબજળમાં ભેળવીને હળવા હાથે મસાજ કરવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

સુંદરતા વધારવા માટે

એલોવેરા અને ગુલાબજળ લગાવવાથી ચહેરાની સુંદરતા વધારી શકો છો.

મૃત ત્વચા દૂર થશે

ચહેરા પર મૃત ત્વચા જમા થવાથી ચહેરો ઉંમર લાયક લાગવા લાગે છે. જેના માટે એલોવેરા જળમાં 4 થી 5 ટીપા ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર મસાજ કરવાથી મૃત ત્વચાને દૂર થાય છે.

કેવી રીતે લગાવશો?

ચહેરા પર એલોવેરા અને ગુલાબજળ લગાવવા માટે સૌથી પહેલા 1 ચમચી એલોવેરા જળ અને તેમાં અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરો. બાદમાં ચહેરા પર હળવા હાથે ચહેરા પર લગાવી 10 મિનિટ સુધી રાખો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈ લો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kishmish Benefits: ખાલી પેટે પલાળેલી કાળી કિસમિસ ખાવાથી મળે છે અનેક ફાયદા