બદામ સ્વાસ્થ્ય માટે તો ઘણી રીતે ફાયદાકારક છે, ઘણાં લોકો આને પલાળીને સવારે ખવાનું પસંદ કરે છે.
બદામના તેલમાં વિટામિન એ, ઇ, અને ઓમેગા-3 ફેટી એસિડ અને ઝિન્ક જેવા પોષકતત્ત્વ હોય છે. જે સ્કિન માટે ગુણકારી છે.
બદામનું તેલ ફેસ પરના ડાઘા દૂર કરવા માટે અને ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવવા માટે ફાયદાકારક છે.
બદામના તેલમાં વિટામિન એ હોય છે, જે આંખ નીચેના કાળા ડાઘા ઓછા કરવામાં મદદ કરે છે. સાથે સોજા પણ ઓછા કરે છે.
બદામનું તેલ ફેસ પર લગાવવાથી ખીલ અને કાળા ડાઘા જેવી સમસ્યાથી રાહત મળે છે. સાથે જ વધુ પડતાં ઓઇલી ફેસમાં પણ રાહત આપે છે.
શિયાળાની સિઝનમાં ત્વચા શુષ્ક થઇ જાય છે. બદામના તેલામાં રહેલું સોરાયસિસ શુષ્કમાં ઘણું જ ફાયદાકારક હોય છે.
મેકઅપને સરળતાથી હટાવવા માટે કેમિકલ જેવા પ્રોડક્ટની જગ્યાએ બદામના તેલનો ઉપયોગ કરવો જોઇએ.
બદામના તેલમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે,જે ત્વચામાં રહેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે.