સવારે કોથમીર ખાવાથી શું ફાયદાઓ થાય છે જાણો


By Smith Taral12, Sep 2024 12:22 PMgujaratijagran.com

કોથમીર શાકમાં સ્વાદ તો ઉમેરે છે સાથે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ લઈને આવે છે, આને જો તમે સવારે ખાલી પેટે ખાવો છો તો તમને અઢળક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે આવો જાણીએ વધુમાં

કોથમીરમાં રહેલા ગુણો

કોથમીરમાં મળતા એન્ટી ઓકસીડન્ટ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. આમાં શરીરને જરૂરી પોષકતત્વો જેવા કે મેગનેશ્યીમ,આર્યન, કેલશ્યીમ રહેલા હોય છે

પાચનમાં ફાયદાકારક

કોથમીરના ઘણા બધા પોષકતત્વો મળી આવે છે જે પેટને લગતી સમસ્યા જેવી કે અપચો, કબજીયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે.

બ્લડ સુગર નિયંત્રણ

આમાં રહેલું સુગર લોહીમાં સુગરનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે

વજન ઓછું કરવામાં મદદ

કોથમીરમાં ફાઈબર પણ સારી માત્રામાં મળી આવે છે જે વજન ઘટાડવામાં સહાય કરે છે, અને મેટાબોલીઝમને પણ વધારે છે

ત્વચા માટે ફાયદાકારક

જો તમે તમારી ત્વચા સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ખાલી પેટ કોથમીર ખાવાનું શરુ કરો, આમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન C ત્વચાને પોષણ આપે છે અને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.

ડીટોક્સીફાય

કોથમીરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણો રહેલા હોય છે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરીને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે

રોગપ્રતિકારક શક્તિ વધે છે

કોથમીરમાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે, આને ખાલી પેટે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

જાણો દિવસના કયા સમયે કઈ ચા પીવી જોઈએ?