તજમાં વિટામિન A, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વગેરે પૂરતી માત્રામાં મળી આવે છે. તેને દૂધમાં મિક્સ કરીને પીવાથી શરીરને બીજા ઘણા પોષક તત્વો મળે છે. આ બંનેનું એકસાથે સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ.
સૂતી વખતે તજનું દૂધ પીવાથી તમને સારી ઊંઘ આવે છે. તેમાં રહેલા તત્વો તણાવ ઓછો કરે છે.
જો તમને કબજિયાત, એસિડિટી જેવી પેટની સમસ્યા હોય તો આ તજના દૂધનું સેવન કરીને તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
તજનું દૂધ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તજ મેટાબોલિઝમને વેગ આપે છે અને દૂધ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
તજના દૂધમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આ પીણાથી તમે શરદી અને ઉધરસના લક્ષણોથી રાહત મેળવી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તજ સારી છે. તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તજ મિક્સ કરીને દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.
દૂધમાં તજ મિક્સ કરીને પીવાથી પણ તમે આ ફાયદા મેળવી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.