શરીરને સ્વસ્થ રાખવા માટે શાકભાજીને ખાવી ખૂબ જ જરુરી છે. શાકભાજી ખાવાથી શરીરને અનેક આવશ્યક પોષકતત્વોની પ્રાપ્તિ થાય છે.
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે તમે તમારા ડાયટમાં કેટલીક ખાસ પ્રકારની શાકભાજીને સામેલ કરી શકો છો કે જે તમને શિયાળાની ઋતુમાં થતી ઘણી બધી બિમારીઓથી બચાવે છે.
ઠંડીની ઋતુમાં ગાજરનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ગાજરનાં હલવાને પણ લોકો આ સમયગાળા દરમિયાન બઉ જ ખાતા હોય છે. ગાજરનું શાક પણ સ્વાસ્થ્ય માટે ઘણુ લાભદાયી છે.
બીટને ફળ અને શાકભાજી બન્નેમાં ગણવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા હોય છે. ઠંડીની ઋતુમાં બીટને ખાવાથી શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
મૂળાનો ઉપયોગ શાક બનાવવામાં તો થાય છે પરંતુ એ સિવાય પણ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. પરાઠા બનાવવાથી લઈને સલાડમાં પણ મૂળાનો ઉપયોગ થાય છે. શિયાળાની ઋતુમાં મૂળો ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે.
જાણીને નવાઈ લાગશે કે રીંગણમાં ઘણા બધા ઔષધિય ગુણો રહેલા હોય છે. રીંગણને ખાવાથી સ્વાસ્થ્ય સંબધિત અનેક મુશ્કેલીઓથી છૂટકારો મળે છે.
પાંદડાવાળા શાકભાજીમાં પાલકની જેમ ચીલની ભાજીમાં પણ અનેક પ્રકારનાં પોષ્ટિક ગુણો રહેલા હોય છે. ચીલની ભાજીમાં ભરપૂર માત્રામાં વિટામીન હોય છે જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે.