જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના કારક દેવ કહેવામાં આવ્યા છે. શનિદેવ વ્યક્તિના સારા-નરસા કાર્યોનો હિસાબ રાખે છે.
જે લોકો સારા કર્મ કરે છે તેમણે શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિ કુંભ રાશિમાં હાલ વક્રી છે.
વૃષભ રાશિના જાતકોને નવી તકો મળશે. જે જાતક આર્થિક મુશ્કેલીઓથી ગુજરી રહ્યા છે તેમને આ અવધિમાં રાહત મળી શકે છે.
મિથુન રાશિના જાતકોને આ દરમિયાન લાભકારી પરિણામ મળશે. શનિની દ્રષ્ટિ આર્થિક સ્થિતિને મજબૂત કરશે. અટકેલા કાર્યો પૂરા થશે.
સિંહ રાશિના જાતકો માટે શનિદેવ આશિર્વાદ આપીને માર્ગ સરળ કરશે. નવી નોકરી મળી શકે છે. બિઝનેસમાં મોટી ડીલ ફાઈનલ કરી શકો છો.
કન્યા રાશિના જાતકોને વિશેષ પરિણામો મળશે. આ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં ઘણો સુધાર જોવા મળશે.