આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકોમાં વિટામિન B12ની ઉણપની સમસ્યા વર્તાઈ રહી છે.
વિટામિન B12 આપણા શરીર માટે એક આવશ્યક પોષક તત્ત્વ છે, જે લાલ રક્તકણો, નર્વસ સિસ્ટમ અને ડીએનએ સંશ્લેષણ બનાવવામાં મદદ કરે છે.
વિટામિન B12ની ઉણપથી શરીરમાં એનીમિયા, થાક, નબળાઈ અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે.
જોકે વિટામિન B12 ઘણા ખાદ્ય સ્ત્રોતમાં જોવા મળે છે, જેમ કે માંસ, માછલી,ઈંડા અને ડેરી પ્રોડક્ટમાં જોવા મળે છે, પરંતુ ઘણા લોકો માસાહીર નથી હોતા.
જો તમે શાકાહારી છો અને વિટામિન B12ની ઉણપ વર્તાઈ તો તમે કેટલાક જ્યુસનું સેવન કરીને પણ વિટામિન બી12ની ઉણપ દૂર કરી શકો છો.
બિટરૂટમાં વિટામિન B12ની સાથે આયર્ન, ફોલેટ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં લાલ રક્તકણો બનાવે છે.
બીટને ધોઈ લો પછી તેની છોલીને ટુકડા કરી એક મિક્ષર જારમાં નાખીને બ્લેન્ડ કરીને એક ગ્લાસમાં ગરણી વડે ગાળી લો.
આ જ્યુસ વિટામિન B12ની ઉણપ દૂર કરવાની સાથે બ્લડ પ્રેશર કંટ્રોલ, પાચનક્રિયા મજબૂત કરે છે અને ત્વચાને સુધારે છે.
આ માત્ર સામાન્ય જાણકારી આધારી સલાહ છે, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.