Beauty Tips: ચહેરાની સુંદરતા ઘટાડી શકે છે આ વસ્તુઓ


By 08, Feb 2023 06:14 PMgujaratijagran.com

વધારે ગરમ પાણી

શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ ઘણાં લોકો કરતાં હોય છે. વધારે પડતું ગરમ પાણી ત્વચાને શુષ્ક બનાવી શકે છે, તેનાથી બચવું.

લીંબુનો રસ

લીંબુ અથવા તો લીંબુનો રસ ડાયરેક્ટ ત્વચા ઉપર પ્રયોગ કરવાથી બળતરા અથવા તો ખંજવાળ થઇ શકે છે. ફેસપેક અથવા તો અન્ય કોઇ વસ્તુમાં મિક્સ કરીને લીંબુનો ઉપયોગ કરવો.

રબિંગ આલ્કોહોલ

રબિંગ આલ્કોહોલ એક પ્રકારનું એન્ટિસેપ્ટિક જરૂર છે, પરંતુ ચહેરા ઉપર આનો ઉપયોગ ત્વચાને શુષ્ક બનાવી શકે છે.

ટૂથપેસ્ટ

ઘણાં લોકોને એવો ભ્રમ છે કે ટૂથપેસ્ટના ઉપયોગથી ખીલની સમસ્યા દૂર થાય છે, પરંતુ ચહેરા ઉપર જે ભાગમાં ટૂથપેસ્ટ લગાવવામાં આવે છે તે ભાગ કાળો પડી જાય છે.

લીમડો

એ વાત સાચી છે કે લીમડામાં ઔષધીય ગુણ હોય છે, પરંતુ લીમડો અથવા લીમડાના પાણીનો ઉપયોગ ચહેરાની ત્વચાને શુષ્ક બનાવે છે. જો તમારી સ્કિન ડ્રાય છે તો આમ કરવાથી બચો.

Health Tips: કબજિયાતની સમસ્યામાં રામબાણ ઇલાજ છે અંજીર, આ રીતે ખાવામાં લો