ગ્લોઈંગ સ્કિન માટે દહીથી બનેલા આ ફેસ પેકનો કરો ઉપયોગ, ચમકી ઉઠશે તમારો ચહેરો


By Sanket M Parekh15, Oct 2023 04:32 PMgujaratijagran.com

ગ્લોઈંગ સ્કિન

આજકાલ સૌ કોઈ પોતાની સ્કિન ગ્લોઈંગ હોય તેમ ઈચ્છે છે. આ માટે લોકો જાત-જાતના ઉપાયો પણ અજમાવતા રહે છે.

દહી

આમ તો આપણે ખાવામાં દહીનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો, સ્કિન માટે પણ દહી ખૂબ જ ફાયદેમંદ છે.

આવી રીતે કરો ઉપયોગ

દહીનો ઉપયોગ કેવી રીતે કરશો? - જેથી તે સ્કિન માટે ફાયદેમંદ નીવડી શકે. તો ચાલો તેના વિશે આજે ચર્ચા કરીએ...

પ્રોટીન અને વિટામિન

દહીમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. જેના ઉપયોગથી સ્કિન સબંધિત અનેક સમસ્યા દૂર થાય છે.

દહી અને હળદર

એક ચમચી દહીમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને પછી તેને ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. જેનાથી સ્કિનમાં નિખાર આવવા લાગશે.

દહી અને બેસન

એક ચમચી દહી અને એક ચમચી બેસન લઈને ફેસપૈક તૈયાર કરી શકો છે. જેને ચહેરા પર લગાવવાથી ટેનિંગ દૂર થાય છે અને ચહેરો ચમકવા લાગે છે.

દહી અને મધ

દહી અને મધને યોગ્ય પ્રમાણમાં લઈને તેને ચહેરા પર લગાવો. થોડીવાર બાદ ચહેરો ધોઈ નાંખો. જેનાથી સ્કિનમાં નિખાર આવવાનો શરૂ થઈ જશે.

એક્નેની સમસ્યા દૂર થશે

આવી રીતે દહીનો ઉપયોગ કરવાથી સ્કિન ગ્લો કરે છે અને એક્નેની સમસ્યા દૂર થાય છે. ડ્રાય સ્કિન માટે દહી ફાયદેમંદ નીવડી શકે છે.

માત્ર 2 મિનિટમાં ગેસ બર્નર સાફ કરવા માટે આ ઘરેલું ટિપ્સ અજમાવો