બાબા બાગેશ્વરના મતે, બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ 2 કામ કરવા શુભ છે


By Vanraj Dabhi11, Aug 2025 09:39 AMgujaratijagran.com

બાગેશ્વર ધામ

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. દૂર-દૂરથી લોકો અહીં તેમને જોવા આવે છે.

સમસ્યાઓના ઉકેલ

રોજ હજારો લોકો બાગેશ્વર ધામમાં પોતાના જીવનમાં દિશા અને દિવ્યતાની શોધમાં આવે છે. અને બાબા પાસે પોતાના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરે છે.

બ્રહ્મ મુહૂર્તમાં જાગવું

ભક્ત જાણવા માંગતો હતો કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો અર્થ શું છે? શું તે ખરેખર સારો સંકેત છે?

ભક્તના પ્રશ્નનો જવાબ

બાબાએ કહ્યું કે, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવું એ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ સાતત્ય જળવાય રહે, તો તે એક સારો સંકેત છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું

જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં રોજ જાગો છો, ત્યારે સમજો કે કોઈ અદ્રશ્ય ચેતન શક્તિ તમારો સંપર્ક કરી રહી છે. કોઈ આત્મા છે, કોઈ ઉર્જા છે, જે તમારી સાથે ઊંડે સુધી જોડાયેલી છે. તે તમને જગાડી રહી છે. આ બ્રહ્માંડનો કોલ છે.

સૂક્ષ્મ સમય

બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિ અને સવાર વચ્ચેનો સૂક્ષ્મ સમય છે, જ્યારે બ્રહ્માંડ સૌથી શાંત, શુદ્ધ અને ઉર્જાવાન હોય છે. આ સમયે જાગવું અને ધ્યાન કરવું એ આત્માને પરમ ઉર્જા સાથે જોડવાનો સૌથી શક્તિશાળી માર્ગ માનવામાં આવે છે.

બાબાએ આગળ કહ્યું

જો તમે ત્રણ વાગ્યે જાગવાનું શરૂ કરો છો, તો તેને અવગણશો નહીં. પથારી છોડીને ધ્યાન કરો. આ ક્ષણ તમને બ્રહ્મા સાથે જોડી શકે છે. આ સમયે કરવામાં આવેલ આત્મનિરીક્ષણ અને ધ્યાન અનેક ગણું વધુ ફળદાયી છે.

જન્માષ્ટમીની રાત્રે કરો આ ઉપાય, હંમેશા ભરેલી રહેશે તિજોરી