કેટલાક લોકોને ખોટી આદત હોય છે, જેના કારણે તેમની પાસે પૈસા ટકતા નથી. તો ચાલો જાણીએ આવી કંઈ આદતો છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, કેટલાક લોકોની પાસે તેમની ખરાબ આદતોના કારણે ધનની કમી રહે છે.
ચાણક્યએ કહ્યું છે કે, જે વ્યક્તિ મેલા કપડા પહેરે છે, તેની પાસે ધન નથી ટકતું. આથી હંમેશા સ્વચ્છ કપડા જ પહેરવા જોઈએ.
જે વ્યક્તિ વધારે ખાતો રહે છે, તેની પાસે પણ ધન વધારે સમય નથી ટકતું. આવા સ્વભાવ ધરાવતા વ્યકિત પાસે ધનની કમી રહે છે.
આચાર્ય ચાણક્યએ જણાવ્યું હતું કે, જે લોકોના દાંત મેલા અને પીળા રહે છે, તેમની પાસે કાયમ ધનની કમી રહે છે.
જો તમને સૂર્યોદય બાદ પણ સૂતા રહો છો, તો તમારી પાસે ધન નહીં ટકે, આ આદત તમારે જલ્દી સુધારી લેવી જોઈએ.
જે લોકો કોઈ કામ કરવા માટે આળસ કરતાં હોય, તેમની પાસે પણ ધન નથી ટકતું.
એવું કહેવાય છે કે, સંકટના સમયમાં પૈસા જ કામમાં આવે છે. આ આદતોમાં સુધારો કર્યા બાદ પૈસા આવે છે.