આ ચાર આદતોને કારણે કરોડપતિ બને છે રોડપતિ


By Hariom Sharma13, Nov 2023 12:08 PMgujaratijagran.com

આદતોની અસર

વ્યક્તિની સારી હોય કે ખરાબ દરેક આદતોની અસર તેના જીવન પર પડે છે. ચલો જાણીએ એવી કંઈ આદતો છે જે વ્યક્તિને કરોડપતિથી રોડપતિ બનાવે છે.

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી આદતો વિશે જણાવાયું છે જે તમને શિખર ઉપર હોવા છત્તા નીચે પછાડે છે. ખરાબ આદતો વ્યક્તિનો એક એવો શત્રુ છે જે પૈસાદાર વ્યક્તિને પણ પલભરમાં રોડ પર લાવવાની ક્ષમતા ધરાવે છે.

આળસુ બનવું

આળસુ વ્યક્તિ જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. વાસ્તુ પ્રમાણે જે કોઈપણ જીવનમાં આળસને પાળે છે તેની પ્રગતિ નિશ્ચિતરૂપે અટકી જ જાય છે. એટલે જ જીવનમાં આળસને ક્યારેય તમારા શરીરની અંદર ઘરના કરવા ન દો.

તકો ગુમાવી દે છે

આળસના કારણે લોકો હાથ આવેલી તકને ઝડપતા નથી અને સોનેરી તકોને પણ ગુમાવી બેસે છે. સામાન્ય રીતે લોકો આળસ ત્યારે કરે છે જ્યારે જીવનમાં પ્રગતિની તકો આવે છે. માટે હમેશા તકોને ઓળખવી અને તેનો પુરેપુરો લાભ ઉઠાવો જરૂરી છે.

You may also like

Diwali 2023 : ઘરનાં દરવાજે કરો આ ઉપાય, માં લક્ષ્મીનો થશે પ્રવેશ

ઘરનો મુખ્ય દરવાજો આ રંગનો ન રાખો, ઘર માંથી જતી રહેશે સુખ શાંતિ

કડવા શબ્દો

જયારે તમે તામરા શબ્દોથી સામે વાળાને દુઃખ પહોંચાડો છો તો એ કોઈ ના કોઈ સ્વરૂપે તમારી ઉપર પાછુ જરૂર આવે છે. આવા લોકો ક્યારેય જીવનમાં પ્રગતિ કરી નથી શકતા. એટલે જ પોતાના શબ્દોનો ઉપયોગ હંમેશા સમજી વિચારીને જ કરવો જોઈએ.

પૈસાની કમાણી

બીજાના પૈસા પર ખરાબ નજર રાખવા વાળા પણ પ્રગતિથી દૂર રહે છે. આ ઉપરાંત જે લોકો ખોટી રીતે પૈસા કમાય છે એ પણ ક્યારેય પ્રગતિના હકદાર બનતા નથી.

વિનમ્રતા

વ્યક્તિના જીવનના દરેક સ્તર પર તેની વિનમ્રતા જ તેને સફળતાના શિખર પર ટકી રહેવામાં મદદ કરે છે. એવામાં જો તમે ઊંચાઈઓ પર બની રહેવા ઈચ્છો છો તો પોતાને સરળ અને વિનમ્ર રાખવું જરૂરી છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

સ્કિન કેર ટિપ્સ : શિયાળામાં પુરુષોએ પોતાની ત્વચાની આ રીતે કાળજી લેવી જોઈએ