Benefits of Kantola: કાંટાળું શાક તમને આપશે આયુર્વેદિક લાભ


By Vanraj Dabhi21, Oct 2024 06:06 PMgujaratijagran.com

કાંટાળું શાક

કંકોડાના વેલાઓ ખેતરના શેઢે અથવા જંગલ-ઝાડીઓમાં ઉગે છે. તેથી જ તેને જંગલી શાકભાજી પણ કહેવામાં આવે છે.

જંગલી શાક

કંકોડા સ્વાદે કડવા હોય છે. પરંતુ તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

પાચનતંત્રને મજબૂત કરે

કંકોડા ખાવાથી તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. જે અપચો, આફરો અને પેટના દુખાવામાં રાહત આપે છે.

રક્ત દૂષિત

કંકોડા રક્ત દૂષિત, પિત્તના વિકાર, કમળો અને આંતરડાના કૃમિ મટાડે છે.

પેટની સમસ્યા

કંકોડા એસિડિટી, હાર્ટબર્ન, ખાટા ઓડકાર, ગેસ વગેર જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

ડાયાબિટીસની સમસ્યા

કંકોડા ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

શાક બનાવવાની રીત

કંકોડાને સ્વાદે થોડા કડવા લાગે છે. શાક બનાવતા પહેલા તેને કાપીને હળદર અને મીઠું નાખીને મીઠા કરવામાં આવે છે.

ઔષધીય ગુણોથી ભરપૂર

કંકોડાનું શાક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ગામના લોકો ખૂબ જ ઉત્સાહથી તેનું શાક બનાવી ખાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sesame Seeds: આ લોકોએ ભૂલથી પણ સફેદ તલ ન ખાવા જોઈએ, જાણો તેના ગેરફાયદા