યોગ કરતા પહેલા આ વસ્તુઓ ન ખાઓ, નહીં તો પડી જશો બીમાર


By Bhavesh Chaudhary07, Sep 2024 04:00 PMgujaratijagran.com

યોગ

સ્વાસ્થ્ય જાળવવા માટે સવારે યોગ કરવા એ સારી આદત છે. જોકે, યોગ કરતા પહેલા અમુક વસ્તુઓ ખાવાનું ટાળવું પણ જરૂરી છે.

મસાલેદાર ખોરાક

યોગ કરતા પહેલા મસાલેદાર ખોરાક બિલકુલ ન ખાવો કેમ કે, આમ કરવાથી તમે યોગ કરતી વખતે બીમાર પડી શકો છો.

ડેરી પ્રોડક્ટસ

યોગ કરતા પહેલા દૂધ અને દહીં જેવા ડેરી પ્રોડક્ટ્સનું સેવન ન કરવું જોઈએ. જેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

કાચા શાકભાજી

કેટલાક લોકો ગાજર, ટામેટા જેવા કાચા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. જો કે યોગ કરતા પહેલા આવા શાકભાજી ખાવાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે.

વધારે પાણી ન પીવું

યોગ કરતા પહેલા વધારે પાણી ન પીવો. જેના કારણે કસરત દરમિયાન ઉલ્ટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ફાસ્ટ ફૂડ

આજકાલ લગભગ દરેકને ફાસ્ટ ફૂડ ખાવાની આદત પડી ગઈ છે. જોકે, યોગ કરતા પહેલા આ ખાવું એ પણ શરીરને જોખમમાં મૂકવા સમાન છે.

પ્રોટીન

જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો યોગ કરતા પહેલા પ્રોટીન શેક ન પીવો. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

આરોગ્ય નિષ્ણાંત

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, મીઠી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચમકતી અને તંદુરસ્ત ત્વચા માટે આ ફળો છે ખૂબ જ ફાયદાકારક