પાલક ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. શિયાળાની સિઝનમાં તો ઘરે-ઘરે પાલકનું શાક ઉપરાંત તેના પરાઠા સહિત અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જો કે પાલક સાથે કેટલીક વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
શિયાળામાં પાલકનું સેવન રામબાણ મનાય છે, પરંતુ જ્યારે પણ પાલક ખાવ, ત્યારે આ ચાર વસ્તુઓ તેની સાથે ના લેતા, નહીંતર પેટ ખરાબ થતાં વાર નહીં લાગે.
પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, વિટામિન B6 અને મેગ્નેશિયમ મળી આવે છે.
મોટાભાગના લોકો પાલક સાથે પનીર મિક્સ કરીને તેનું શાક બનાવીને ખાવાની ભૂલ કરતાં હોય છે. જો કે આમ કરવાથી પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે.
પાલક સાથે ક્યારેય પણ દહી ના ખાવું જોઈએ. હકીકતમાં પાલક સાથે દહી ખાવાથી કેલ્શિયમના અવશોષણમાં અવરોધ થઈ શકે છે.
કેટલાક લોકોને ખાધા પછી તરત જ ફળ ખાવાની આદત હોય છે. જો કે પાલક ખાધા પછી ખાટા ફળ ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર પેટમાં ચૂંક અને ખાટા ઓડકાર જેવી સમસ્યા થઈ શકે છે.
તલ અને પાલકનું પણ એકસાથે સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે આમ કરવાથી પણ પેટ સબંધિત સમસ્યા વકરી શકવાની સંભાવના રહે છે.
જો તમે પણ આ ચાર પૈકી કોઈ એક વસ્તુ ખાવા ઈચ્છતા હોવ અને પાલક ખાઈ લીધી હોય, તો તેના ઓછામાં ઓછા એક કલાક સુધીનો સમય વીતે ત્યાં સુધી રાહ જુઓ અને પછી જ ખાઈ શકો છો.