DHANTERAS 2023 : ધનતેરસનાં દિવસે આ 6 વસ્તુ ખરીદવી ગણાય છે અશુભ


By Hariom Sharma04, Nov 2023 04:58 PMgujaratijagran.com

ધનતેરસ

દિવાળીનાં પહેલા ધનતેરસનાં દિવસે શું ખરીદવુ એ સવાલ દર વર્ષે આપણા મનમાં થતો હોય છે. લોકોને એતો ખબર હોય છે કે શુ ખરીદવું પણ કંઈ વસ્તુઓને ખરીદવાથી બચવું એ જાણકારી હોતી નથી.

કાંચની વસ્તુઓ

સામાન્ય દિવસોમાં પણ કાંચની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. એવામાં ધનતેરસનાં દિવસે કાચની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. અરીસો,કાચના ગ્લાસ તથા કાચની બોટલ જેવી વસ્તુઓ ન ખરીદો.

લોખંડનો સામાન

હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ધનતેરસનાં દિવસે લોખંડનો સામાન ખરીદવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે, જેથી આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવી ન જોઈએ. તેનાથી ઘરમાં કંગાળી આવે છે. જો લોખંડની વસ્તુઓ તમારે ખરીદવી જ છે તો ધનતેરસ પહેલા ખરીદી લો.

તેલ ખરીદવાથી બચો

ધનતેરસનાં દિવસે તેલ, ઘી તથા બીજી કોઈ પણ પ્રકારની રિફાઈન્ડ વસ્તુઓ ખરીદવી ન જોઈએ. જો તમારા રસોડામાં આ વસ્તુઓ ખતમ થવાનાં આરે છે તો તેને ધનતેરસ પહેલા ખરીદી લો.

You may also like

Surya Gochar 2023: સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિના જાતકોની કિસ્મત

તહેવારોની સિઝનમાં પોતાના વધતા વજનને આ રીતે કંટ્રોલમાં રાખો

માટી અને પ્લાસ્ટિક

ધનતેરસનાં દિવસે માટીનાં વાસણો અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ ખરીદવાથી બચો. માન્યતા પ્રમાણે આ દિવસે પ્લાસ્ટિક ખરીદવાથી અશાંતિ ફેલાય છે. માટીનાં વાસણો પણ આસાનીથી તૂટી શકે છે.

ઉધારીથી બચો

ધનતેરસનાં દિવસે કોઈ પણ પ્રકારની ઉધારી ન કરો. માન્યતા પ્રમાણે આ દિવસે ઉધારી લેવી કે દેવી બન્ને સ્થિતી અશુભ માનવામાં આવે છે. ઉધાર સંબધો પર અસર કરે છે અને અશાંતિ પણ પેદા કરે છે.

ભગવાન ઘન્વંતરીની પૂજા

ધનતેરસનાં દિવસે ભગવાન ઘન્વંતરીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ઘન્વંતરીને ભગવાન વિષ્ણુંનો અવતાર માનવામાં આવે છે. ભગવાન ઘન્વંતરીને આયુવેદના દેવતા માનવામાં આવે છે.

આવી અન્ચ ધર્મ અને આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગ

5 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 5, 2023