વાસ્તુશાસ્ત્રમાં રાત્રે અમુક કામ કરવાની સખત મનાઈ કરવામા આવી છે. આ નિયમનું પાલન ન કરવાથી જીવન પર ખરાબ અસરો થઈ શકે છે.
રાત્રે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. વારંવાર આ કરવાથી લક્ષ્મી દેવી તમારાથી નારાજ થઈ જાય છે.
કેટલીક સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને સૂવાની ટેવ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું બિલકુલ સારુ માનવામાં આવતું નથી, આના કારણે નકારાત્મક શક્તિઓ આકર્ષાય છે.
મોટાભાગના લોકો રાત્રે પરફ્યુમ લગાવીને પાર્ટીઓમાં જાય છે. આ એક ભૂલને કારણે નકારાત્મક શક્તીને બળ મળે છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યુ છે કે સાંજે ભૂલથી પણ ઘરની સફાઈ ન કરવી જોઈએ. ખાસ કરીને તમારે સાવરણી ના મારવી જોઈએ
પૈસા સંબંધિત કામ રાત્રે કરવા ટાળવું જોઈએ. કોઈને પૈસા ઉધાર આપવા નહી. એવું માનવામાં આવે છે કે આ સમયે આપેલા પૈસા પાછા નથી આવતા.
રાત્રે તુલસીના છોડને પાણી ચઢાવવું શુભ નથી, આમ કરવાથી ધનની દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.
ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત સમાચાર વાંચવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.