આપણામાંથી મોટાભાગના લોકો ઉભા-ઉભા પાણી પીવાની ભૂલ કરે છે. જેનાથી શરીરમાં ફ્લૂટનું બેલેન્સ બગડવા સાથે પોષક તત્વોનું અવશોષણ પણ અવરોધાય છે.
તરસ છીપાવવા માટે કેટલાક લોકો વધારે ઠંડુ પાણી પી લે છે. જો કે તેનાથી શરદી અને ઉધરસ થવા સાથે-સાથે ઘણી વખત નર્વ ડેમેજ થવાનો ખતરો પણ રહે છે.
કેટલાક લોકો ખાતા-ખાતા વચ્ચે પાણી પીતા હોય છે. આમ કરવાથી પાચન તંત્ર પર વિપરિત અસર થાય છે અને ખોરાક પચવામાં વધારે સમય લાગે છે. આથી ખોરાક ખાધા પછી 30 મિનિટ બાદ જ પાણી પીવું જોઈએ.
તરસ છીપાવવા માટે કેટલાક લોકો જલ્દી-જલ્દી પાણી પી લેતા હોય છે, જે સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે. એવામાં પાચન તંત્ર પર વિપરિત અસર થવા સાથે જ પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે.
આયુર્વેદ અનુસાર, ખાધા પછી તરત જ પાણી પીવું અનેક રીતે નુક્સાનકારક નીવડી શકે છે. જે પાચન શક્તિને નબળી કરી નાંખે છે. જેનાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
કેટલાક લોકો પાણીનો સ્વાદ બદલવા માટે તેમાં આર્ટિફીશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે. જેને પાણીમાં મિક્સ કરીને પીવાથી સ્વાદ ભલે સારો આવે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
મોટાભાગે સ્વસ્થ વ્યક્તિને દિવસભર 3-4 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે કોઈ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાથી પીડિત હોવ, તો તમારે તબીબની સલાહ અનુસાર પાણી પીવું જોઈએ.