ગ્રીન ટી પીતી વખતે આ ભૂલ ક્યારેય ન કરતા


By Jivan Kapuriya06, Jul 2023 05:42 PMgujaratijagran.com

જાણો

ગ્રીન ટી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ તકે ખોટી રીતે અથવા ખોટા સમયે ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્યને ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.

ખાલી પેટ

કેટલીક સમસ્યામાં ગ્રીન ટીનું સેવન ખાલી પેટે ન કરવું જોઈએ, તેથી પેટને લગતી સમસ્યાઓના કિસ્સામાં ખાલી પેટે ગ્રીન ટી પીવાથી બચજો.

ખોટો સમય

ગ્રીન ટીમાં રહેલા પોષક તત્વોનો સંપુર્ણ ફાયદો મેળવવા માટે સાચા સમયે સેવન કરવું જોઈએ. રાત્રે સુતી વખતે કેફિનથી ભરપૂર ગ્રીન ટી ન પીવો.

વધારે ન પીવો

વધારે પડતું ગ્રીન ટીનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા પર અસર થઈ શકે છે. તેથી પેટને સ્વસ્થ રાખવા અને અનિદ્રાથી બચવા માટે દિવસ દરમિયાન 2-3 કપથી વધારે ગ્રીન ટી પીવી ન જોઈએ.

દવાઓની સાથે

કોઈ દવાઓની સાથે ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરમાં રીએક્શન પણ આવી શકે છે. એટલા માટે ડોક્ટરની સલાહ લીધા વગર ગ્રીન ટીનું સેવન દવાઓની સાથે ન કરો.

ભોજન લીધા પછી

ભોજન લીધા પછી તરત ગ્રીન ટીનું સેવન કરવાથી પોષક તત્વોના શોષણમાં સમસ્યા થઈ શકે છે. તેથી ભોજન લીધાના 1-2 કલાક પછી જ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.

ટી-બેગ

ઘણા લોકો ગ્રીન ટી બેગનો ઉપયોગ બીજી વખત કરે છે. તમારૂ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે એકથી વધારે વખત એક ગ્રીન ટી બેગનો ઉપયોગ ન કરવો જોઈએ.

યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ગ્રીન ટીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને સારૂ રાખી શકો

વજન ઘટાડવા માટે કાકડી કેવી રીતે ખાવી