Eating Mango: કેરીની સાથે ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, બગડી શકે છે તબિયત


By Sanket M Parekh29, May 2025 04:11 PMgujaratijagran.com

સ્વાસ્થ્યને ગંભીર અસર

ગરમીની સિઝનમાં લોકો કેરીઓ ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. જો કે કેરીની સાથે આ પાંચ વસ્તુઓ ખાતા હશો, તો તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે.

ફિશ સાથે કેરી

જો તમે ફિશ ખાવાના શોખિન હોવ, તો તેની સાથે કેરી ખાવાની ભૂલ કદાપી ના કરશો, નહીંતર તમને ઉલટી અને ઉબકાની સમસ્યા થઈ શકે છે.

દહી સાથે કેરી

જો તમે કેરી ખાધા પછી તરત જ દહી ખાવ, તો તેનાથી તમને પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે.

ખાટી વસ્તુઓ સાથે કેરી

કેરીનો સ્વાદ ગળ્યો હોય છે. એવામાં જો તમે કેરીની સાથે ખાટી વસ્તુઓ ખાવ, તો તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

છાશ સાથે કેરી

ગરમીની સિઝનમાં છાશ પેટને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. જો તમે છાશની સાથે કેરી ખાવ, તો તમને પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે.

વધારે ગળી વસ્તુ સાથે કેરી

જો તમે કેરીની સાથે વધારે પડતી ગળી વસ્તુઓ આરોગો, તો તેનાથી શરીરમાં અચાનક સુગર લેવલ વધવાનો ખતરો રહે છે.

તબીબની સલાહ લો

જો તમને કેરી ખાધા પછી કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય કે એલર્જી હોય, તો આવી સ્થિતિમાં તમારે તબીબની અચૂક સલાહ લેવી જોઈએ.

તમારા આંતરડા લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે, આ ટેવ પાડો