શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધતું પ્રમાણ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ગંભીર સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ માટે કેટલાક ખોરાક એવા છે જે ઊંચા કોલેસ્ટ્રોલ ધરાવે છે જે ખાવાનું તદન ટાળવું જોઈએ.
સોડા, ફ્રૂટ જ્યૂસ, અને પેકેજ્ડ ખોરાક જેમ કે નૂડલ્સ અને સૂપમાં હાઇ ફ્રુક્ટોઝ અને ટ્રાન્સ ફેટ હોય છે, જે ખરાબ કોલસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. આવા ખોરાક શરીરને વધુ નુકસાન પહોંચાડે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું મુશ્કેલ બનાવે છે.
કુકીઝ, કેક અને પેસ્ટ્રી જેવા બેકડ ફૂડમાં હાઇ ફેટ અને સુગરની માત્રા વધારે હોય છે. આ ખોરાકમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે તમારા LDL કોલેસ્ટ્રોલને વધારતા હોય છે અને તમારો હાર્ટ રિસ્ક વધારી શકે છે.
તેલમાં તળેલા ખોરાક જેમ કે સમોસા, ચિપ્સ, અને ફ્રાઈઝમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે ખરાબ સ્ટ્રોલને ઝડપથી વધારે છે. ડીપ ફ્રાય કરેલા ખોરાકની જગ્યાએ એર ફ્રાયરથી તળેલા ખોરાક ખાવો જોઈએ તેમાં ઓછી ફેટ રહેલું હોય છે
લાલ માંસમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે માટે હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ લાલ માંસ ખાવાનું ટાળવું જોઈએ.