ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી થાય છે.
દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. શું તમે જાણો છો કે ગણેશ ઉત્સવ 10 દિવસ માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેનું કારણ.
10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાનું કારણ એ છે કે વેદ વ્યાસજીએ ભગવાન ગણેશને મહાભારત ગ્રંથ લખવા વિનંતી કરી હતી. ભગવાન ગણેશે 10 દિવસ સુધી અટક્યા વિના મહાભારત લખી હતી.
આ દરમિયાન વેદ વ્યાસજીએ જોયું કે તો ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું હતું. આથી દસમા દિવસે તેમને નદીમાં સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારથી જ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ.
ગણેશ ઉત્સવને 10 દિવસ સુધી ઉજવવાની પરંપરા છે. અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.
જોકે તમે ભગવાન ગણેશની પ્રતિમાને એક દિવસ, દોઢ દિવસથી લઈને ત્રણ, પાંચ, સાત અને દસ દિવસ સુધી ઘરમાં સ્થાપિત રાખી શકો છો. તમને સરખું જ ફળ મળે છે.