અંબાણી પરિવારના ઘણા એવા કપલ છે જેના વિશે લોકો વધારે નથી જાણતા કારણ કે આ કપલ બહુ પ્રખ્યાત નથી તેમ છતાં તે આ પરિવારનું ગૌરવ છે. તો ચાલો જાણીએ આ કપલ્સ વિશે.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા જેઓએ વર્ષ 2019 થી ભારતના ટોપ ન્યૂઝમાં ચર્ચાનો વિષય બનેલા કપલ તરીકે પ્રખ્યાત છે તેમણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. તેમના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. આકાશ અને શ્લોકા બાળપણથી એકબીજાને ઓળખતા હતા અને તેમની લવ સ્ટોરી ખૂબ જ ખાસ છે.
જે રીતે મુકેશ અંબાણીએ અંબાણી પરિવારના મોભી તરીકે કાર્યભાર સંભાળ્યો છે તેવી જ રીતે નીતા અંબાણી પણ તેમની સાથે રહ્યા છે. બંનેના લગ્ન 8 માર્ચ 1985ના રોજ થયા હતા. તેમની લવ સ્ટોરી પણ ખૂબ જ સરપ્રદ છે. તમને જણાવી દઈએ કે મુકેશે ટ્રાફિક સિગ્નલ પર કાર રોકીને નીતાને પ્રપોઝ કર્યું હતું અને તે સમયે નીતા અંબાણીએ હા પાડી હતી.
ઈશા અને આનંદ પીરામલના લગ્ન 2018માં થયા હતા. તમને જણાવી દઈએ કે ઈશા મુકેશ અંબાણીની એકની એક દીકરી છે. ઈશા અને આનંદને પાવર કપલ કહેવામાં આવે છે જેઓ ઘણીવાર અંબાણી પરિવારના ફંક્શનમાં જોવા મળે છે. ઈશા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કાર્યભાળ સંભાળે છે જ્યારે આનંદ પીરામલ પીરામલ ઈન્ડસ્ટ્રીઝનો કાર્યભાળ સંભાળે છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણીના લગ્ન વર્ષ 1991માં થયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે અનિલને ટીના સાથે લગ્ન કરવા માટે પરિવારને ખૂબ જ મુશ્કેલીથી મનાવવું પડ્યું કારણ કે અભિનેત્રી હોવાના કારણે ધીરુભાઈ અંબાણી આ સંબંધથી ખુશ ન હતા. ટીના અને અનિલને જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી નામના બે પુત્રો પણ છે.
ધીરુભાઈ અંબાણીની પુત્રી દીપ્તિના લગ્ન વર્ષ 1983માં દત્તરાજ સાલગાવકર સાથે થયા હતા. ત્યારબાદ દંપતી ગોવા શિફ્ટ થઈ ગયું. તમને જણાવી દઈએ કે આ કપલે લવ મેરેજ કર્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કપલનો સંબંધ પાંચ વર્ષ સુધી ચાલ્યો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા.
નીના કોઠારીના લગ્ન વર્ષ 1986માં કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડના વડા શ્યામ કોઠારી સાથે થયા હતા. 2015માં શ્યામ કોઠારીનું 54 વર્ષની વયે અવસાન થયું ત્યાં સુધી આ દંપતી એકબીજા સાથે રહેતા હતા. ભદ્રા શ્યામ કોઠારીએ લગભગ 20 વર્ષ પહેલા દેશનું પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ પણ શરૂ કર્યું હતું.
દીપ્તિ સાલગાઓકરની પુત્રી ઈશિતાના લગ્ન 2016માં ગોવામાં નીરવ મોદીના નાના ભાઈ નિશ્ચલ મોદી સાથે થયા હતા. ઈશિતા અને નિશ્ચલની સગાઈ એન્ટિલિયામાં મુકેશ અંબાણીના ઘરે થઈ હતી જેમાં બોલિવૂડ અને રાજકીય જગતની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપી હતી પરંતુ તેમના લગ્ન પરિવારના સભ્યો વચ્ચે જ થયા હતા.
તો આ બધા એવા અંબાણી કપલ હતા જે લોકોમાં બહુ પ્રખ્યાત નથી છતાં પણ તેઓ અંબાણી પરિવારનું ગૌરવ છે, આવા વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.