હિન્દુ ધર્મમાં સાકરનો ઉપયોગ સામાન્ય રીતે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાકરનું ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ મળી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.
ઘણી વાર બોલતી વખતે આપણા મોંમાંથી વિચિત્ર ગંધ આવતી હોય છે. આ તકે તમારે તેને દૂર કરવા માટે સાકર ખાવી ફાયદાકરક સાબિત થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે સાકર ખાવાથી આંખો સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે બદામ સાથે સાખર ખાવી જોઈએ.
સાકરમાં ખાંડ કરતાં ઓછી કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે તેથી તમે સાકરને વરિયાળી સાથે પીસીને ખાઈ શકો છો
જો તમે તમારા આહારમાં સાકરનો સમાવેશ કરો છો તો તે તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તેમજ તાજગીનો અહેસાસ થાય છે.
સાકરની તાસીર ઠંડી હોવાથી તે મોંના ચાંદાથી રાહત આપી શકે છે. તમને જણાવી દઈએ કે પેટમાં ગરમીને કારણે ફોલ્લાઓ થાય છે.
મોઢાના ચાંદાથી રાહત મેળવવા માટે સાકર અને એલચીને પીસી લો. ત્યાર બાદ આ પાઉડરનું પાણી સાથે સેવન કરો.
સાકરનું સેવન માત્ર ઓછી માત્રામાં જ કરવું જોઈએ, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.