પલાળેલી મગફળી ખાવાથી આ અદ્ભુત ફાયદા મળે છે


By Vanraj Dabhi08, Apr 2024 03:57 PMgujaratijagran.com

પલાળેલી મગફળી

મગફળી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં સેવન કરવાથી શરીરને અદ્ભુત લાભ મળે છે,ચાલો જાણીએ પલાળેલી મગફળી ખાવાથી સ્વાસ્થ્ય લાભો વિશે.

પાચનશક્તિ

ફાયબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી પાચનક્રિયામાં મદદ મળે છે. મગફળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે.

ગેસ અને એસિડિટી

આયર્ન,મેંગેનીઝ,પોટેશિયમ,કોપર,કેલ્શિયમ અને સેલેનિયમથી ભરપૂર પલાળેલી મગફળી સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડિટી ઓછી થાય છે.

હૃદય માટે ફાયદાકારક

પલાળેલી મગફળીની ફોતરી લોહીના પ્રવાહમાં સુધારો કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. જેના કારણે લાંબા ગાળે હાર્ટ એટેકનો ભય ઓછો થઈ જાય છે.

કફની સમસ્યા

મગફળી શરીરને ગરમી અને ઉર્જા આપે છે. રોજ સેવન કરવાથી ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે.

કમરના દુખાવો

ગોળ સાથે પલાળેલી મગફળી ખાવાથી પીઠની આ સમસ્યામાં રાહત મળે છે.

યાદશક્તિ અને આંખોની રોશની સુધારે છે

મગફળીમાં રહેલા વિટામિન્સ આંખોની રોશની અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. સવારે પલાળેલી મગફળી ખાવ.

યોગ્ય સમય કયો છે?

નિષ્ણાતોના મતે પલાળેલી મગફળી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના નાસ્તા પહેલાનો છે.

કેટલી માત્રા ખાવી જોઈએ?

મગફળીમાં કેલરી વધુ હોય છે.તેથી તેમને મોટી માત્રામાં ન ખાવા જોઈએ.

અંજીર વાળું દૂધ પીવાના ફાયદા