વેલેન્ટાઇન ડે દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
આ દિવસે પ્રેમી સાથે અમદાવાદમાં ફરવા માટે ઘણા સુંદર સ્થળો છે. અહીં પાર્ટનર સાથે તમે ક્વોલિટી પસાર કરી વેલેન્ટાઇન દિવસને યાદગાર બનાવી શકો છો.
આ વર્ષે વેલેન્ટાઇન ડે 14મી ફેબ્રુઆરી શુકર્વારના રોજ ઉજવવામાં આવશે.
અમદાવાદમાં અહીં તમે વેલેન્ટાઇન ડે પર પ્રિયજન સાથે હાથમાં હાથરાખી નદી કિનારે બેસવાનો તેમ બોટિંગની મજા માણી શકો છો.
સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ, ઉસ્માનપુરા અને શાહીબાગ વગેરે ઘણા ફ્લાવર પાર્ક છે. અહીં તમે તમારા પ્રેમી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકો છો.
લો ગાર્ડન અમદાવાદનું પ્રખ્યાત ગાર્ડન છે. અંદરથી હેરિટેજ અને બહારથી મોર્ડન લુક ધરાવતું લો ગાર્ડનની વેલેન્ટાઇન ડે પર મુલાકાત લઇ શકાય છે. લો ગાર્ડનની બહાર ટ્રેડિશનલ ચીજોનું માર્કેટ અને ખાણીપીણી બજારમાં મનપસંદ ફુટ ટેસ્ટ માણી શકાય છે.
અમદાવાદ શહેરથી થોડે દૂર અડાલજની સુંદર વાવ આવેલ છે. તમે તમારા પ્રેમી સાથે વેલેન્ટાઇન ડે પર ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે અહીં જઇ શકો છો.
વેલેન્ટાઇન ડે પર અમદાવાદના ઘરેણા સમાન કાંકરિયા તળાવ ફરવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે તળાવની પાળે બેસી સૂર્યાસ્તો નજારાનો આનંદ માણી શકો છો.
જડેશ્વર વન અમદાવાદનું સૌથી મોટું ગાર્ડન છે. વેલેન્ટાઇન ડે પર તમે તમારા પ્રેમી સાથે અહીં દેશ-વિદેશી પ્રજાતિના લાખો ફુલ, છોડ અને વૃક્ષોની મુલાકાત યાદગાર બનાવી શકો છો.
વેલેન્ટાઇન ડે પર તમે તમારા પ્રેમી સાથે ગાર્ડનમાં ફર્યા બાદ થોડેક દૂર આવેલા વિન્ટેજ કાર મ્યુઝિયમન મુલાકાત પણ લઈ શકો છો.
વેલેન્ડાઇન ડે પર પ્રેમી સાથે માણેક ચોકમાં તમારી મનપસંદ ખાણીપીણીનો આનંદ માણી શકો છો.
આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.