અફવાઓનો અંત!... બોર્ડર 2 મૂવીમાં દિલજીત દોસાંઝ છે


By Vanraj Dabhi03, Jul 2025 11:30 AMgujaratijagran.com

દિલજીત દોસાંઝ

દિલજીત દોસાંઝ હાલ પોતાની ફિલ્મ સરદારજી 3ને લઈને ખૂબ જ ચર્ચામાં છે.

હાનિયા આમિર

આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને કાસ્ટ કરવા મામલે દિલજીતને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

બોર્ડર 2

એવા અહેવાલો પણ હતા કે, પહેલગામ હુમલા પછી પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવાને કારણે અભિનેતાને બોર્ડર 2માંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

હવે દિલજીતે આ અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. દિલજીત દોસાંઝે ઇન્સ્ટાગ્રામ પર બોર્ડર 2ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે.

વેનિટી વેન

આ વીડિયોમાં તે શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે. ગ્રે પેન્ટ, વાદળી બ્લેઝર અને માથા પર પાઘડી પહેરીને અભિનેતા તેની વેનિટી વાનમાંથી નીચે ઉતરતા નજરે પડે છે.

બોર્ડરનું ગીત

દિલજીત દોસાંઝે વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોર્ડરનું ગીત સંદેસે આતે હૈં સેટ કર્યું છે અને તેમણે કેપ્શનમાં પણ લખ્યું છે - બોર્ડર 2.

TV Actresses: આ છે ટીવીની 5 સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓ