આજે ઘણા લોકો પોતાના ઘરની સજાવટ માટે એક્વેરિયમને પોતાના ઘરમાં રાખતા હોય છે.
ફેંગશુઈ વાસ્તુ શાસ્ત્ર અનુસાર એક્વેરિયમમાં ઓછામાં ઓછી 9 માછલીઓ રાખવી જરુરી છે.
તેમાં આઠ માછલીઓ સોનેરી અને લાલ રંગની હોવી જોઈએ. તે સિવાય એક માછલી કાળા કલરની રાખવી શુભ માનવામાં આવે છે.
એક્વેરિયમમાં સોનેરી રંગની માછલી રાખવી ખૂબ જ શુભ ગણાય છે.
સોનેરી રંગની માછલીને વિકાસ અને સકારાત્મક એનર્જીનું પ્રતિક માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર એક્વેરિયમમાં સોનેરી અને લાલ રંગની માછલીઓને રાખવી ખૂબ જ શુભ અને જરુરી ગણાવ્યું છે.
આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ફિશ એક્વેરિયમ હંમેશા ઘરના પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું શુભ હોય છે.