બોલિવૂડ જગતમાં અભિનેતા આમિર ખાન ફરી એકવાર તેની ત્રીજી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે.
આમીર ખાનની નવી ગર્લફ્રેન્ડનો ફોટો સામે આવ્યો છે. જેને તેઓ છેલ્લા 1 વર્ષથી ડેટ કરી રહ્યો છે. તેનું નામ ગૌરી છે.
ગૌરી મૂળ બેંગલુરુની છે. ગૌરીને એક પુત્ર પણ છે, જેની ઉંમર 6 વર્ષની હોવાનું કહેવાય છે.
હાલમાં તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં કામ કરી રહી છે. તે આમીર ખાનને 25 વર્ષથી ઓળખે છે.
બોલિવુડ અભિનેતા આમિર ખાને મુંબઈમાં પોતાના 60માં જન્મદિવસની ઉજવણી દરમિયાન આ માહિતી શેર કરી હતી. સુપરસ્ટારે કહ્યું કે તે તેને એક વર્ષથી ડેટ કરી રહ્યો છે.
અભિનેતાએ પહેલા રીના દત્તા અને પછી કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્નથી તેને બે બાળકો ઈરા અને જુનૈદ અને બીજા લગ્નથી 12 વર્ષનો પુત્ર આઝાદ છે.