શિયાળામાં ઘણા લોકો ભયંકર શરદી ઉધરસનો શિકાર બનતા હોય છે, વારંવાર આ સમસ્યાનો ભોગ બનવામાંથી છુટકારો મેળવવા માટે આ રામબાણ ઈલાજ અપનાવો.
શરદીને કારણે છાતીમાં કફ જામી જતો હોય તો, આને દૂર કરવા માટે અમે તમને કેટલાક ઘરેલું રામબાણ ઈલાજ જણાવીશું.
સૌ પ્રથમ એક બોવ કાચું પણ નહીં અને બોવ પાકેલું પણ નહીં એવું મિડીયમ પાકેલું જામફળ લો.
હવે જામફળને ચાર ચેકા પાડી તેમાં સંચળ પાઉડર નાખો.
હવે તેમાં તીખાનો પાઉડર ઉમેરો.
હવે ગેસની ફ્લેમ પર મૂકીને હળવુ શેકી લો.
શેકાયેલું જામફળ ઠંડુ થાય પછી તેને ખાવ.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.