શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવે છે. આ મહિનામાં સોમવારનું ઘણું મહત્વ છે. જેમાં સ્ત્રીઓ અને પુરુષો બંને ઉપવાસ રાખે છે. તો ચાલો ઉપવાસનું મહત્વ જાણીએ.
શ્રાવણ મહિનામાં એવું કહેવાય છે કે, શિવ ભગવાને આ મહિનામાં સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર પી લીધું હતું.
શ્રાવણ મહિનામાં પહેલીવાર ઉપવાસ માતા પાર્વતીએ શિવ ભગવાન માટે કર્યા હતા. તેથી પરિણીત લોકો વ્રત રાખી શકે છે.
પવિત્ર શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખવાથી મનને સકારાત્મક ઉર્જા અને શાંતિ મળે છે.
શ્રાવણ મહિનામાં એવુ કહેવાય છે કે, જે વ્યક્તિ પુરી ભક્તિથી ઉપવાસ કરે છે તેની ભગવાન બધી મનોકામનાઓ પુરી કરે છે.
સોળ સોમવારનું વ્રત કરવાથી પરિવારના સભ્યો જોડે પ્રેમ વધે છે કારણ કે, વ્રત લોકોના મનને શાંત રાખે છે.
પૂજા કે ઉપવાસ વ્યક્તિની આધ્યાત્મિકતા પ્રગતિમાં ફાળો આપે છે. તેથી સોમવારે શિવની કથાઓ સાંભળવાથી આધ્યાત્મિકતામાં વધારો થાય છે.
જ્યારે અપરિણીત લોકો સોળ સોમવારનું વ્રત રાખે છે ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભગવાન શિવ સારા જીવનસાથીના આશીર્વાદ આપે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.