જો તમે પેટ લવર છો તો આ ટોપ રેન્કીન્ગ ડોગ બ્રીડ્સ વિશે જાણી લો


By Smith Taral18, Feb 2024 11:40 AMgujaratijagran.com

જર્મન શેફર્ડ

જર્મન શેફર્ડ ઘણો શક્તિશાળી આજ્ઞાકારી, બુદ્ધિશાળી અને ટ્રેઈન્ડ ડોગ છે. તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં કૂતરાની બીજી-સૌથી લોકપ્રિય જાતિ અને યુનાઇટેડ કિંગડમમાં ચોથી-સૌથી લોકપ્રિય જાતિ માનવામાં આવે છે.

બુલડોગ

બુલડોગ્સને બ્રિટીશ બુલડોગ અને અંગ્રેજી બુલડોગ પણ કહેવામાં આવે છે. બુલડોગનું સરેરાશ આયુષ્ય 07 થી 10 વર્ષ જેટલુ હોય છે અને તે ગરમી પ્રત્યે સંવેદનશીલ હોય છે.

ગોલ્ડન રીટ્રીવર

ગોલ્ડન રીટ્રીવર સ્કોટલેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને ઇંગ્લેન્ડની બ્રીડ છે. તે ખૂબ જ વિશ્વસનીય,, દયાળુ અને બુદ્ધિશાળી ડોગ છે.

પૂડલ

પૂડલ મોટાભાગે ફ્રાન્સ અને જર્મનીમાં જોવા મળે છે. તે ખૂબ જ સક્રિય, સજાગ, બુદ્ધિશાળી, વિશ્વાસુ અને ટ્રેઈન્ડ ડોગ છે. આ ડોગ વિવિધ રંગોમાં પણ ઉપલબ્ધ છે.

શિહ ત્ઝુ

આ બ્રીડ ચીનની છે, તેને ચાઈનીઝ લાયન ડોગ અને ક્રાયસન્થેમમ ડોગ પણ કહેવાય છે. શિહ ત્ઝુ ડોગ બ્રિન્ડલ લાલ, ગોલ્ડન વગેરે રંગોમા ઉપલ્બધ છે . તે રમતિયાળ, આઉટગોઇંગ, વફાદાર અને જેન્ટલ ડોગ છે.

પગ ડોગ

આ બ્રીડ ચીનની છે,સોળમી સદીમાં યુરોપમાં તેનું આગમન થયું અને ત્યાં લોકપ્રિય થયું હતું. તે 19મી સદીમાં રાણી વિક્ટોરિયા દ્વારા પગ ડોગને ઉછેરવામાં આવ્યું હતું. આ ડોગ સ્વભાવમા આળસું હોય છે.

ઈન્ગલીશ માસ્ટિફ

આ ડોગ બ્રીડ ઈંગ્લેન્ડમાંથી ઉદ્ભવી છે. તેને માસ્ટિફ અથવા ઓલ્ડ ઈંગલીશ મા ટિફ પણ કહેવામાં આવે છે. તેનો કોટ સુંદર અને મુલાયમ હોય છે. આ બ્રીડ શાંત, પ્રેમાળ, હિંમતવાન અને પ્રોટેક્ટીવ હોય છે.

મનને એકાગ્ર બનાવવા માટે શું કરશો