પાલકનું નિયમિત સેવન કરવાથી આંખની રોશની તેજ બને છે. આ સાથે જ આંખની માંસપેશીઓ પણ મજબૂત બને છે.
ગાજરમાં રહેલ બીટા કેરોટીન આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ માટે તમે ગાજર, સલાડ, જ્યૂસ અથવા શાકભાજી તરીકે ખાઈ શકો છો.
ટામેટામાં લાઈકોપીન નામનું એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે. જે આંખને તડકાની હાનિકારક અસરોથી બચાવે છે.
બ્રોકલીમાં લ્યૂટિન અને વિટામિન-સી જેવા તત્વો મળી આવે છે.જે આંખોની રક્ષા કરવા સાથે દ્રષ્ટિને પણ સુધારે છે.
દરરોજ એક સંતરુ ખાવાથી તેનું જ્યૂસ પીવાથી આંખોની રોશનીમાં સુધારો થાય છે. જે આંખોની કોશિકાઓને નુક્સાન પહોંચાડનારા રેડિકલ્સથી પણ બચાવે છે.
શક્કરિયા આંખોની રોશની વધારવામાં અને રતૌંધી જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.
અખરોટ, કાજુ, બદામ અને મગફળી જેવા નટ્સ પોષક તત્વોથી ભરપુર હોય છે. જે આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
જો તમે ઈંડા ખાતા હોવ તો તે તમારી આંખો માટે ખૂબ જ ફાયદેમંદ હોઈ શકે છે.