Drinks For Constipation: આ 7 હેલ્ધી ડ્રિંક્સ તમને કબજિયાત નહીં થવા દે, જાણો


By Vanraj Dabhi30, Jan 2025 01:17 PMgujaratijagran.com

કબજિયાતની સમસ્યા

કબજિયાત એક સામાન્ય સમસ્યા છે અને તેનાથી છુટકારો મેળવવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. કેટલાક હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરીને કબજિયાતથી છુટકારો મેળવી શકો છો.

પાણી પીવો

સૌથી સરળ અને અસરકારક ઉપાય છે પાણી પીવો, જો શરીરમાં પાણીની ઉણપ હોય તો કબજિયાતની સમસ્યા વધી શકે છે.

ઓલિવ તેલ અને લીંબુનો રસ

એક ચમચી ઓલિવ ઓઈલ અને અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

આમળાનો રસ

આમળામાં વિટામિન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

ઘી-હળદર સાથે દૂધ

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી ઘી અને હળદર ભેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

દહીં ખાવ

દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે જે પેટના સ્વાસ્થ્યને સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે.

ફ્લેક્સસીડ પાણી

ફ્લેક્સસીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે કબજિયાતમાં રાહત આપે છે.

હૂંફાળું પાણી અને મધ

એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tomato Side Effects: વધુ પડતા ટામેટાં ખાવાથી થઈ શકે છે આ ખતરનાક બીમારીઓ, જાણો